મોરબી સબ જેલમાં બકરી ઈદની ઉજવણી કરાઈ 

- text


મોરબી : આજે દેશભરમાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી સબ જેલમાં મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

આજરોજ મોરબી સબ જેલ ખાતે મુસ્લિમ બિરાદરોને બકરી ઈદની નમાઝ મૌલાના ઇશાક આરી દ્વારા પઢવવામાં આવી હતી. તેમજ મુસ્લિમ બંદીવાનનોને જેલમાંથી સારા નાગરિક બની સમાજને ઉપયોગી બની, સમાજમાં જઈ ફરી ગુનો નહિ કરવો તેવું મૌલાના ઇશાક બાપુ દ્વારા ધાર્મિક પ્રવચન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા તથા સ્ટાફનો સહયોગ મળ્યો હતો.

- text

- text