શનાળા બાયપાસ ભૂગર્ભ ગટરમાંથી નદીના વહેણની જેમ ગંદા પાણી વહ્યા

- text


ભૂગર્ભ ગટરના ઢાકણામાંથી ગંદા પાણી બહાર નીકળેને રોડ ઉપર ભરાયા

મોરબી : મોરબીમાં આજે ધોધમાર વરસાદ થયો હોય શનાળા બાયપાસ ઉપર ચોકઅપ થયેલી ભૂગર્ભ ગટરમાંથી આગળ પાણી ન જતા આ ગંદા પાણી ભૂગર્ભ ગટરના ઢાકણામાંથી બહાર નીકળેને રોડ ઉપર નદીની જેમ વહેવા લાગવાની સાથે ભરાઈ રહેતા લોકો હાલાકીનો ભોગ બન્યા હતા.

મોરબીમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવામાં તંત્ર કેટલી ઘોર બેદરકારી રાખે છે તેની વરવી વાસ્તવિકતા આજે સામે આવી હતી. આજે સવારે ધોધમાર વરસાદ થયો હોય બધું પાણી ભૂગર્ભ ગટરમાં વહી ગયું હતું. દરેક વિસ્તારના પાણી ભૂગર્ભ ગટરમાં વહી ગયા હતા. પણ ભૂગર્ભ ગટર પહેલાથી સફાઈના અભાવે ચોકઅપ હોય ભૂગર્ભ ગટરના પાણી આગળ ન નીકળી શકતા એ પાણી બહાર નીકળ્યા હતા. જેમાં મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ લાઇન્સનગરની ભૂગર્ભ ગટરના ઢાકણામાંથી પાણીનો ધોધ એકદમ બહાર નીકળ્યો હતો. આ ભૂગર્ભ ગટરમાંથી જાણે ડેમ ઓવરફ્લો થયો હોય એ રીતે મોટી માત્રામાં ગંદા પાણીનો બહાર રોડ ઉપર ઓવરફ્લો થયો હતો અને રોડની બહાર પાણી ધોધમાર રીતે વહી ગયા હતા.

- text

હજુ પણ આ ગટરમાંથી મોટી માત્રામાં ગંદા પાણીનો ઓવરફલો ચાલુ છે. રોડ ઉપર ગટરના પાણી આવી રીતે ઓવરફ્લો થતા નગરપાલિકાની ઘોર બેદરકારી ઉડીને આંખે વળગી હતી.

- text