મોરબીમાંથી કાલીન્દ્રી નદીના પાણી થયા પ્રદુષિત, ફીણના ગોટેગોટા

- text


કાલીન્દ્રી નદીમાં કેમિકલ યુક્ત ફીણ જોવા મળતા ગ્રામજનોમાં રોષ

મોરબી : મોરબી નજીક નીકળતી કાલીન્દ્રી નદીના પાણી પ્રદુષિત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં કાલીન્દ્રી નદીમાં કેમિકલ યુક્ત ફીણ જોવા મળતા ગ્રામજનોમાં રોષે ભરાયા છે અને આ ગંભીર મામલે પ્રદુષણ નિયત્રણ બોર્ડ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.

મોરબીના પાનેલી ગામથી નીકળતી કાલીન્દ્રી નદી ઘુંટુ અને મહેન્દ્રનગર ગામ થઈને મોરબીની મચ્છુ નદીમાં ભળે છે. દરમિયાન હમણાંથી સતત વરસાદ વરસી રહ્યો હોય ત્યારે આ કાલીન્દ્રી નદીમાં મોટા પ્રમાણમાં કેમિકલ યુક્ત ફીણના મોજા જોવા મળ્યા હતા. આ ફીણ આસપાસના ઔધોગિક એકમોમાંથી નીકળતા કેમિકલ્સ યુક્ત પાણી હોવાની સ્થાનિક લોકોએ આશકા વ્યક્ત કરી છે.

- text

વધુમાં વરસાદને કારણે ઘુંટુ સહિતના આસપાસના વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોના કેમિકલ યુક્ત પ્રવાહી ધોવાઈને કાલીન્દ્રી નદીમાં ભળ્યા હોવાની ચર્ચા થઈ રહી છે. કાલીન્દ્રી નદીમાં હમણાંથી બે દિવસથી કેમિકલ યુકત ફીણવાળા મોજા જોવા મળતા આ કેમિકલ ઔધોગિક એકમોના હોવાની પૂરેપૂરી શકયતા છે. જો કે કાલીન્દ્રી નદીના પાણી મચ્છુ નદીમાં ભળે છે અને કાલીન્દ્રી નદીના પાણી મચ્છુ-3 ડેમમાં પહોંચ્યા હતા. આથી આ મચ્છુ ડેમમાં પણ કાલીન્દ્રી નદીના પ્રદુષિત પાણી ભળી ગયા છે. આથી આ ગંભીર મામલે જીપીસીબી કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે.

બીજી તરફ પ્રદૂષમ નિયંત્રણ કચેરી મોરબીના અધિકારી મહેન્દ્ર સોનીએ આ ફીણ ડોમેસ્ટિક ગટરના પાણી વરસાદી પાણી સાથે ભળતા હોય તેના હોય શકે તેમ જણાવી ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન હશે તો તે મામલે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમને બનાવ સ્થળે તપાસ માટે મોકલી રહ્યાનું જણાવ્યું હતું.

- text