હળવદ પોલીસ સ્ટેશન ત્રણ મહિનાથી ઇન્ચાર્જ પીઆઇને હવાલે 

- text


હળવદમાં વધતી ગુનાખોરી રોકવા કાયમી પીઆઈ મૂકવાની માંગ

હળવદ : હળવદ જેવા મોટી વસ્તી ધરાવતા અને ખેતીમાં સમૃદ્ધ તેમજ વિકસિત પંથકમાં કાયમી પીઆઇ એટલે પોલીસ ઇન્સપેક્ટર ન હોવા એ ઘણી દુઃખદ બાબત છે. પીઆઇ વગર પોલીસ સ્ટેશન આખું ઘણીધોરી વગરનું છે. જો કે હળવદમાં ત્રણ મહિનાથી કાયમી પીઆઇ ન હોય વાંકાનેરના સીપીઆઈને હળવદ પોલીસ મથકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ત્યારે હળવદમાં વધતી ગુનાખોરીને ડામવા ઇન્ચાર્જની જગ્યા કાયમી પીઆઈ મુકવાની માંગ ઉઠી છે.

હળવદમાં છેલ્લા ત્રણ મહિનાથી કાયમી પીઆઇ નથી. હળવદ પંથકની વસ્તી જોઈએ તો 2011ની વસ્તી ગણતરી મુજબ 1.71 લાખની વસ્તી હતી.આ વસ્તી ગણતરી થઈ એને 12 વર્ષ થઈ ગયા હવે તો વસ્તી પણ એનાથી ડબલ ગણી થઈ ગઈ હોય હળવદ શહેર અને તાલુકા વચ્ચે એક જ પોલીસ મથક છે અને એમાં પણ છેલ્લા ત્રણ મહિનાથી પીઆઇ કાયમી રીતે નિમણૂક થયેલા ન હોવાથી આખો હળવદ તાલુકો ઘણીધોરી વગરનો થઈ ગયો છે.હાલ હળવદનો ચાર્જ વાંકાનેરના સીપીઆઈને સોંપવામાં આવ્યો છે. હળવદ શહેર અને તાલુકા વચ્ચે એક જ પોલીસ સ્ટેશન હોય અને મહત્વના આ તાલુકામાં પણ ઇન્ચાર્જ પીઆઈથી ગાડું ગબડાવાતું હોય ત્યારે ગુનાખોરી પર કાબૂ મેળવવા હળવદમાં કાયમી પીઆઈ મૂકવા અત્યંત જરૂરી છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે,ગત ચોથા મહિનામાં સ્ટેટ મોનીરંરીગ સેલ દ્વારા ખનીજચોરી મામલે દરોડો પાડવામાં આવ્યો હતો. આ ખનિજચોરીમાં કરોડોનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો.જો કે આ કામગીરી ખાણ ખનીજ વિભાગની હોય છતાં તે વખતે હળવદ પીઆઇ એમ.વી.પટેલને જવાબદાર ગણીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ક્રાઈમમાં બેદરકારી હોય તો પીઆઈને સસ્પેન્ડ કર્યા એ માની શકાય પણ જેની જવાબદારી ન હોય તેનો ભોગ લેવાયો હોય લોકોમાં પણ તે વખતે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારબાદ હળવદમાં કાયમી પીઆઈની નિમણૂક જ થઈ નથી. ત્યારે હળવદમાં કાયમી પીઆઇની નિમણૂક કરવાની લોકોમાંથી માગ ઉઠી છે.

- text