મીઠાના અગરોને વાવાઝોડામાં થયેલા નુકશાની વળતર ચૂકવવા માંગ

- text


આગરિયા હિત રક્ષક મંચ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

મોરબી : માળીયા તાલુકામાં મોટા પ્રમાણ મીઠાના અગરોને વાવાઝોડામાં વ્યાપક નુકસાન થયું હતું. મીઠાના અગરો ધોવાઈ જતા નાના-નાના અગરિયાઓ બેહાલ થઈ ગયા છે.જેથી આગરિયા હિત રક્ષક મંચએ મામલતદારને આવેદનપત્ર પાઠવી માળીયાના મીઠાના અગરોને વાવાઝોડામાં થયેલ નુકશાની અંગેનું વળતર ચૂકવવા માંગ કરી છે.

મોરબી જિલ્લામાં તાજેતરમાં બીપોરજોય વાવાઝોડાએ ભારે ખાનાખરાબી કરી હતી. જેમાં માળીયા તાલુકામાં આવેલા અનેક મીઠાના પાળાઓ વાવાઝોડાની અસરમાં ધીવાઈ ગયા હતા અને આ વાવાઝોડાને કારણે માળીયા તાલુકાના મીઠાના અગરોને ભારે નુકશાન થયું હતું. તેથી અગરિયાઓને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. આથી બિપોરજોય વાવાઝોડા દરમ્યાન માળીયા તાલુકાના અગરીયાઓને મીઠામાં થયેલી નુકસાનીના વળતર આપવા માંટે અગરીયા હિતરક્ષક મંચના મોરબી જીલ્લા કોઓડિનેટર મારુતસિંહ બારૈયા અને અગરીયા આગેવાનોએ સાથે મળીને મામલતદારને લેખિત રજૂઆત કરી છે.

- text

- text