મોરબીની અદેપર શાળામાં કન્યા કેળવણી ઉત્કર્ષ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીની અદેપર શાળામાં આજરોજ તારીખ 24 જૂનને શનિવારના રોજ કન્યા કેળવણી ઉત્કર્ષ કાર્યક્રમ યોજાયો હતો.

કન્યા કેળવણી ઉત્કર્ષ કાર્યક્રમમાં ધોરણ 1 તેમજ બાલવાટિકામાં નવા પ્રવેશ લીધેલા બાળકોને ગામના યુવા સરપંચ જનકસિંહ ઝાલા તરફથી શૈક્ષણિક કીટ આપી શાળામાં આવકારી પ્રોત્સાહિત કર્યા હતા. ગામના વડીલ ફેફર લાલજીભાઈ ભૂદરભાઈની પ્રેરણાથી તેમના પુત્ર જીતુભાઈ તરફથી તેમની દીકરીના જન્મદિવસ પ્રસંગે અનોખી ઉજવણી કરી, બાળકોમાં સંગીત પ્રત્યે રસ જાગૃત થાય તે હેતુથી સાઉન્ડ સિસ્ટમ શાળાને અર્પણ કરવામાં આવી હતી. પવનસુત પેપર મિલના યુવા ઉદ્યોગ સાહસિક જગદીશભાઈ પટેલ તરફથી તેમની દીકરીના જન્મદિવસ પ્રસંગે અનોખી ઉજવણી કરી, શાળાના બાળકોમાં કોમ્પુટર કૌશલ્યનો વિકાસ થાય,શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય તે હેતુથી કોમ્પ્યૂટર સિસ્ટમ શાળાને અર્પણ કરવામાં આવી હતી. આ ગામના સાહસિક ધરતીપુત્ર ફેફર વેલજીભાઈ આંબાભાઈ તરફથી ધોરણ 3 થી 8ના વાર્ષિક કસોટીના તેજસ્વી તારલાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે શાળા પરિવાર વતી આચાર્ય અરવિંદભાઈ કૈલાએ તમામ દાતાઓનું શાલ ઓઢાડી અભિવાદન કરી આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text