વાવાઝોડાને પગલે મોરબી સતવારા જ્ઞાતિની વાડીમાં 125 લોકોને આશ્રય અપાયો

- text


મોરબી : મોરબીમાં બિપોરજોય વાવાઝોડાને કારણે મોરબીના કાલિકા પ્લોટમાં આવેલી સતવારા જ્ઞાતિની વાડીમાં આશરે 125 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે અને મોરબી સતવારા સમાજ દ્વારા અસરગ્રસ્ત લોકોને ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

મોરબી સતવારા સમાજ દ્વારા આપત્તિના સમયમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોરબી સતવારા જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારિયા, મોરબી સતવારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રઘુભાઈ કંઝારીયા, મોરબી સતવારા મંડળના પ્રમુખ હરિનભાઈ પરમાર, મોરબી જિલ્લા સતવારા કર્મચારીના મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર, સતવારા સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલ, વાઘપરા સતવારા જ્ઞાતિના પ્રમુખ ભુદરભાઈ જાદવ, મંત્રી પ્રકાશભાઈ સોનગરા, માધાપર સતવારા જ્ઞાતિ વાસણ સમિતિના પ્રમુખ તથા ટ્રસ્ટી હરિભાઈ કંઝારિયા, કિશોરભાઈ પરમાર, કેશુભાઈ જાદવ, રતિભાઈ મિસ્ત્રી, કાંતિલાલ ડાભી, રસોઈયા હરિભાઈ કંઝારિયા વગેરે આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા અસરગ્રસ્ત લોકોને સહાય કરવામાં આવી રહી છે.

- text

- text