મોરબીમાં વાવાઝોડાની આફત વચ્ચે તમામ બજારો બંધ

- text


ધારાસભ્ય અને કલેક્ટરની અપીલને પગલે વેપારીઓ બપોર બાદ વેપાર ધંધા બંધ રાખ્યા

મોરબી : મોરબીમાં આજે વાવઝોડાની આફત હોય અને એ આફતની અસરતળે ભારે પવન અને સતત વરસાદી ઝાપટા પડતા હોવાથી જાનમાલને નુકશાની ન થાય તે માટે ધારાસભ્ય અને જિલ્લા કલેકટરે વેપારીઓને બપોર પછી વેપાર ધંધા બંધ રાખવાની અપીલ કરી હતી. આથી મોરબીની મેડીકલ સિવાયની તમામ દુકાનો બપોર બાદ બંધ થઈ હતી. તેથી સતત ધમધમતી બજારો સુમસામ બની ગઈ હતી.

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને જિલ્લા કલેક્ટર જી.ટી પંડ્યાએ લોકો અને વેપારીઓને અપીલ કરતા કહ્યું હતું કે, વાવઝોડું જેમ નજીક આવતું જાય છે તેમ તેમ આફત વધી ગઈ છે. વાવાઝોડાને પગલે ભારે પવન ફૂંકાતો હોય અને સતત વરસાદ પડતો હોય જાનમાલને નુકશાની ન થાય તે માટે નાગરિકોને ઘરોમાં રહેવા અને વેપારીઓને બપોર પછી વેપાર ધંધા બંધ રાખવાની અપીલ કરી હતી. આથી મોરબીના તમામ વેપારીઓએ જાનમાલને નુકસાન ન થાય તે માટે ધંધા બંધ રાખવાની વાતને વધાવી લઈ બપોર પછી માત્ર મેડિકલ સિવાય તમામ દુકાનો બંધ રાખી છે. આથી મોરબીની તમામ બજારો બંધ જોવા મળી છે.

- text

- text