રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ કાલે બુધવારે રાજકોટથી બે કલાક મોડી ઉપડશે

- text


મોરબી : પશ્ચિમ રેલવેના વડોદરા-સુરત રેલ સેક્શનનાઅંકલેશ્વર-સાયણ સ્ટેશનો વચ્ચે લેવલ ક્રોસિંગ ગેટ નંબર 153 અને સંજેલી-કોસંબા સ્ટેશનો વચ્ચે લેવલ ક્રોસિંગ ગેટ નંબર 166 પર ગર્ડર લોંચિંગ માટે 14 મી જૂન, 2023 (બુધવાર) ના રોજ એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે. જેના કારણે રાજકોટ ડિવિઝનથી જતી રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસનું સમયપત્રક રિશેડ્યુલ કરવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, 14.06.2023 ના રોજ, ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ રાજકોટથી તેના રેગ્યુલર સમય સવારે 05.30 વાગ્યેના બદલે 2 કલાક મોડી એટલે કે સવારે 07.30 વાગ્યે ઉપડશે.

1278345107

- text