લોકો વાવાઝોડાથી સાવચેત રહે, જરૂરી સૂચનાઓનું પાલન કરે : મુખ્યમંત્રીની જાહેર અપીલ

- text


વડાપ્રધાન અને ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે પુરતી સુરક્ષા વ્યવસ્થાની તમામ તૈયારીઓ કરી લીધી

મોરબી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે જનતા માટે એક વીડિયો જાહેર કરી લોકોને વાવાઝોડા સામે સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે પુરતી સુરક્ષા વ્યવસ્થાની તમામ તૈયારીઓ કરી લીધી છે.

તેઓએ કહ્યું કે ઝીરો કેઝ્યુઅલીટીના એપ્રોચ સાથે રાજ્ય સરકારે આગોતરા, બચાવ, રાહત અને પુનઃવ્યવસ્થાપનના આયોજન સુનિશ્ચિત કરી લીધા છે. સલામતી, સાવચેતી અને અગમચેતી એજ આવી આપદાઓ સામે ટકી રહેવાનો યોગ્ય માર્ગ છે તેને અનુસરીએ.

- text

તેઓએ અપીલ કરતાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વખતો વખત અપાતી સૂચનાઓ અને નિર્દેશિકાનું લોકોએ પાલન કરવું જોઈએ. ખાસ કરીને ભારે વરસાદ અને તિવ્ર પવનની આગાહીને પગલે બને ત્યાં સુધી ઘરમાં સલામત રહીએ અને બહાર નિકળવાનું ટાળીએ. વૃક્ષ નીચે, વીજળીના થાંભલાઓ પાસે કે જુના જર્જરીત મકાનોમાં આશ્રય લેવાનું ટાળીએ. વીજળીના તાર કે વીજ ઉપકરણોને અડીએ નહીં અને વીજ થાંભલાથી દૂર રહીએ. જરૂરિયાતના સમયે સ્થળાંતર માટે તંત્રનો સહયોગ કરો. જરૂરી સૂચનાઓનું પાલન કરો. રાજ્ય સરકાર સૌ નાગરીકોની સલામતિ માટે સતત પ્રયત્નશીલ છે.

- text