મોરબીના ઝીંઝુડામાં RSS અને સીમા જાગરણ મંચ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ

- text


મોરબી : વાવાઝોડાને પગલે મોરબી તાલુકાના ઝિંઝૂડા સોલંકી નગરની સિઝનલ ગર્લ્સ હોસ્ટેલમાં 76 લોકોને આશરો આપવામાં આવ્યો છે. આરએસએસ અને સીમા જાગરણ મંચના કાર્યકર્તાઓએ આજે ત્યાંની મુલાકાત લીધેલ અને ત્યાં ફૂડ પેકેટ ટીહ બિસ્કીટનું વિતરણ કર્યું હતું.

વધુમાં આગામી 3 કે 4 દિવસ ચાલે તેટલા સામાનની સામગ્રી અસરગ્રસ્તોને પહોંચે તે માટેની તેઓએ તૈયારી બતાવી હતી. સેવાકાર્યના સંભવિત આયોજન માટે આરએસએસ અને સીમા જાગરણના કાર્યકર્તાઓએ આસપાસના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત પણ લીધી હતી. આ સેવાકાર્ય તંત્રના કર્મચારીઓના સાથે રહીને કરવામાં આવી હતી. જેમાં વિપુલભાઈ અઘારા, લલિતભાઈ ભાલોડીયા, રાજેશભાઈ એરણીયા સહિતના જોડાયા હતા.

- text

- text