બે માસૂમોને નોંધારા મુકી માતાએ ઝેરી દવા ગટગટાવી 

- text


ટિકર ગામનો બનાવ : હળવદ પંથકમાં ત્રણ દિવસમાં ઝેરી દવા પી પરણીતાના મોતની બીજી ઘટના 

હળવદ : હળવદ તાલુકાના ટીકર(રણ) ગામે બે સંતાનોની માતાએ રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરણિતાની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી.

હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં ઝેરી દવા પી બે પરણીતાએ મોત વહાલું કર્યું છે.ગત મોડી રાત્રિના હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા જીજ્ઞાબેન નિલેશભાઈ ચૌહાણ ઉંમર 29 એ કોઈ અગમ્ય કારણોસર તેઓના ઘરે જ ઝેરી દવા ગટગટાવી લેતા તેઓનું મોત નીપજ્યું હતું.બનાવને પગલે મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી. જોકે હોસ્પિટલના પરિસરમા જ સાસરિયા અને પિયરીયા પક્ષ વચ્ચે ઉગ્ર ચાલી થઈ હતી.

- text

જીજ્ઞાબેને કયા કારણોસર ઝેરી દવા પીધી છે ? તે હજી સુધી સામે આવ્યું નથી હાલ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ મૃતકને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોય જેઓએ નાની ઉંમરમાં જ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

- text