“અહીં ડમ્પર કેમ ચલાવે છે” બાઈક સવારોએ ચાલક ઉપર છરી વડે હુમલો કર્યો

- text


હળવદ : હળવદ તાલુકાના માથક ગામના પાદરમાં ગત રાત્રીના બે વાગ્યાની આસપાસ માટી ભરેલા ડમ્પર ચાલક અને તેના મિત્રને બે અજાણ્યા બાઇક ચાલકોએ માર માર્યો હોવાની હળવદ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે.

આ બનાવમાં હળવદ પોલીસ મથકે અપાયેલ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે ઈશનભાઇ અજીતભાઈ કોળી રહે થાન અને તેનો મિત્ર દેવશનભાઈ મંગુભાઈ મોરી ગતરાત્રિના બે વાગ્યાની આસપાસ માટી ભરેલું ડમ્પર લઇ માથક ગામના પાદરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક યુવાન લાલ કલરનું બુલેટ લઈને આવેલ અને અન્ય એક યુવાન સ્પ્લેન્ડર લઈને ડમ્પર પાસે આવેલ અને બને યુવાનો દ્વારા ટ્રક ડ્રાઇવરને તેમજ તેની સાથે રહેલ તેના મિત્રને અહીં કેમ ટ્રક હાકો છો.? તેમ કહી નીચે ઉતારી બંને બાઈક ચાલકોએ ટ્રક ચાલક અને તેના મિત્રને માર મારવા લાગેલ તેમજ માથાના ભાગે છરીના ઘા મારતા ઈશન અને દેવશનને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે 108 બોલાવી હળવદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

- text

જ્યારે આજે ટ્રક ડ્રાઇવર ઇશનભાઇ અજીતભાઈ કોળીએ હળવદ પોલીસ મથકે બે અજાણા શખ્સો વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text