હળવદની બજારોમાં વીજપોલ ઉપર લટકતા બેનરો ગમે ત્યારે દુર્ઘટના સર્જે તેવી ભીતિ

- text


ભારે પવનમાં બેનરો વાહન ચાલકો માથે પડતા હોય તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ

હળવદ : હળવદની મુખ્ય બજારોમાં વીજપોલ ઉપર ગેરકાયદે ખડકાયેલા જાહેરાતના બેનરો હાલ ભારે પવનને કારણે જોખમી બની ગયા છે. ભારે પવનને કારણે બેનરો વાહન ચાલકો માથે પડતા હોય વાહન ચાલકો ઉપર જોખમ ઉભું થયું છે. આથી આવા ગેરકાયદે હોડીગ્સ-બેનરો હટાવવા હળવદ પાલિકા કોઈ ઠોસ કદમ ઉઠાવે તેવી લોક માંગ પ્રબળ બની છે.

હળવદની મુખ્ય બજાર ગણાતા બસ સ્ટેન્ડ રોડ, ધ્રાગંધ્રા રોડ, સરા રોડ ઉપર હળવદ નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ માટે નાખેલા વિજપોલ ઉપર ઘણા જ ગેરકાયદે હોડીગ્સ અને બેનેરો લગાવી દેવામાં આવ્યા છે. આ બજાર વિસ્તારોમાં ગેરકાયદે હોર્ડિંગ્સ અને બેનરો લગાવ્યા હોવા છતાં તંત્ર એની સામે કોઈ જ કાર્યવાહી કરતું નથી. દરમિયાન હમણાંથી ચોમાસાનો વહેલો અણસાર હોય એમ વાતાવરણ પલ્ટાતા દરરોજ ભારે પવન ફૂંકાય રહ્યો છે. તેથી ભારે પવનને કારણે આવા બનેરો મોતનો માંચડો સમાન બની ગયા છે અને હવામાં લટકતા બેનેરો રસ્તે નીકળતા વાહન ચાલકો માથે પડે છે. તેથી વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. હજુ ચોમાસુ શરૂ થયું પણ નથી. ત્યાંજ આવી પરિસ્થિતિ થઈ ગઈ છે. ચોમાસામાં તો ભારે વરસાદ સાથે પવન ફૂંકાઢે ત્યારે આવા બેનરોની હાલત વધુ ખરાબ થશે. નાહકનો કોઈનો ભોગ લેવાય તે પૂર્વ તંત્ર આવા ગેરકાયદે બેનરો હટાવવા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text

- text