મોરબીમાં બેકરી આઈટમની ફેરી કરતા સાધારણ પરિવારની પુત્રીએ મેળવ્યા 99.85 PR

- text


ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઝળહળતું પરિણામ મેળવી ખુશીએ પરિવારને ખુશ કર્યો

મોરબી : આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે મોરબીની સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની અને મોરબીમાં બેકરીની વસ્તુની ફેરી કાઢતાં ભાવેશભાઈ પંડ્યાની પુત્રી ખુશી પંડ્યાએ 99.85 PR હાંસલ કરીને શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે.

- text

મોરબીમાં બેકરીની વસ્તુઓની ફેરી કાઢીને પરિવારનું ગુજરાન ચલાવતા ભાવેશભાઈ પંડ્યા અને પલ્લવીબેન પંડ્યાની પુત્રી ખુશી પંડ્યાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ડંકો વગાડ્યો છે. ખુશી પંડ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરીને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.85 PR અને 91.87 ટકા હાંસલ કર્યા છે અને શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

- text