હળવદ : પૂર્વ ધારાસભ્યની વાડીમાં જીવતો વીજ વાયર પડતા આગ લાગી

- text


વીજ વાયર જોખમી બની ગયા હોવાથી વધુ આગના બનાવ ન બને તે માટે વીજ વાયર બદલવાની માંગ

હળવદ : હળવદ નજીક પૂર્વ ધારાસભ્યની વાડીમાં જીવતો વીજ વાયર પડતા આગ ભભૂકી છે. જો કે વીજ વાયરના કારણે સતત આગના બનાવો વધી રહ્યા છે. આથી વીજ વાયર જોખમી બની ગયા હોવાથી વધુ આગના બનાવ ન બને તે માટે વીજ વાયર બદલવાની માંગ ઉઠી છે.

આગના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ હાઇવે ઉપર આવેલ શક્તિનગર ગામ પાસે પાટડી-દસડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીની વાડીએ આજે જીવતો વીજ વાયર પડતા આગ લાગી હતી.આગ લાગવાને કારણે વાડીનો શેઢો બળીને રાખ થઈ ગયો હતો. જો કે હળવદ પંથકમાં વીજ વાયરથી આગ લગાવના બનાવો વધી ગયા છે. જેમાં ગઈકાલે હળવદના કોયબા ગામે વીજ વાયરના તીખારા ઝરતા ચાર વાડામાં આગ ભભૂકી ઉઠી હતી. આથી વીજ વાયર જોખમી બની ગયા હોવાથી વધુ આગના બનાવ ન બને તે માટે વીજ વાયર બદલવાની માંગ ઉઠી છે.

- text

- text