મોરબીના નાગડાવાસ ગામની સીમમા કપાસની સાઠીમા છુપાવેલો દારૂ બિયર ઝડપાયો

- text


તાલુકા પોલીસ ટીમે નાની મોટી 1200 બોટલ દારૂ બિયર જપ્ત કર્યો : આરોપી ફરાર

મોરબી : મોરબી તાલુકા નાગડવાસ ગામની સીમમાં ઉંચાસરના માર્ગે આવેલ વાડીમાંથી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે કુવા પાસે કપાસની સાઠીઓની આડમાં છુપાવેલ વિદેશી દારૂ અને બિયરનો વિશાળ જથ્થો પકડી પાડ્યો હતો. જો, આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.

મોરબી તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા પોલીસ સ્ટાફ સાથે મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા પાસેથી પકડાયેલ ઇગ્લીશ દારૂના જથ્થા બાબતે કામગીરીમાં હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા દિનેશભાઇ બાવળીયા તથા પોલીસ કોન્સ દિવ્યરાજસિંહ જાડેજાને સંયુકતરાહે મળેલ બાતમીને આધારે મોરબી તાલુકાના નાગડાવાસ ગામની સીમમાં ઉંચાસરના માર્ગે આવેલ ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધાંગાની કબ્જા ભોગવટાવાળી વાડીમાં આવેલ કુવાના કાંઠે કપાસની સાઠીઓની આડમાં છુપાવેલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ઇગ્લીશ દારૂ, બીયરની પેટી નંગ-55 જેમાં કુલ બોટલ નંગ-1200 કઈંટ રૂપિયા 1,96,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text

આ સફળ કામગીરી કરનાર પોલીસ ઇન્સપેકટર કે.એ.વાળા, પીએસઆઇ વી.જી.જેઠવા, એ.એસ.આઇ. સુરેશભાઇ ઠોરીયા, પોલીસ હેડ કોન્સટેબલ અજીતસિંહ પરમાર, દિનેશભાઇ બાવળીયા, પોલીસ કોન્સટેબલ ફતેસંગ પરમાર, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, પંકજભા ગુઢડા, કેતનભાઇ અજાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, કુલદિપભાઇ કાનગડ, દેવશીભાઇ મોરી, આરીફભાઇ સુમરા, દિપસિંહ ચૌહાણ તથા નાયબ પોલીસ અધિક્ષકની કચેરીના પોલીસ કોન્સટેબલ રાજેશભાઇ વૈષ્ણવ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.

- text