પોલીસને જોઈ બોલેરો ભાગી…. પીછો કરતા દારૂ નીકળ્યો

- text


મોરબીના ગાળા ગામના પાટીયાથી ગુંગણ જવાના રસ્તે બોલેરોમાંથી લાખોનો દારૂ પકડાયો

મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમ ગતરાત્રીના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ગાળા ગામના પાટિયા નજીક પહોચતા એક બોલેરો ગાડી પોલીસને જોઈ યુ ટર્ન મારી નાસવા લાગતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી બોલેરો કાર ઝડપી લઈ લાખો રૂપિયાનો વિદેશી દારૂ
કબજે કર્યો હતો. જો કે, બોલેરો ચાલક નાસી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ ગઈકાલે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ગાળા ગામના પાટીયા પાસે વાહન ચેકીંગ અંગેની કામગીરી કરતા હતા તે દરમ્યાન એક બોલેરો પીકઅપ વાહનનો ચાલક પોતાની બોલેરો પીકઅપ લઇ ગાળા તરફથી આવતો હોય જે પોલીસને જોઇ પોતાની બોલેરો યુ-ટર્ન વાળી નાસવા જતા તુરત જ પોલીસ સ્ટાફે બોલેરોનો પીછો કરતા બોલેરો વાહનનો ચાલક ગાળાથી ગુંગણ તરફ જતા રસ્તે ખેતરમાં પોતાની બોલેરો પીકઅપ રજી.નં. GJ-04-AT-3544 વાળી મુકી નાસી ગયો હતો.

- text

બાદમાં પોલીસ ટીમે બોલેરોની તલાશી લેતા બોલેરો પીકઅપમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની પેટી નંગ-114, બોટલ નંગ-1368 કિંમત રૂપિયા 4,89,000નો મુદ્દામાલ મળી આવતા પોલીસે બોલેરો ગાડી સહિત કુલ રૂપિયા 7,89,000નો મુદ્દામાલ કબ્જે કરી નાસી ગયેલ બોલેરો ચાલક વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

આ સફળ કામગીરી મોરબી તાલુકા પોલીસ ઇન્સપેકટર કે.એ.વાળા, પીએસઆઇ વી.જી.જેઠવા, એ.એસ.આઇ. સુરેશભાઇ ઠોરીયા, પોલીસ હેડ કોન્સટેબલ અજીતસિંહ પરમાર, દિનેશભાઇ બાવળીયા, પોલીસ કોન્સટેબલ ફતેસંગ પરમાર, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, પંકજભા ગુઢડા, કેતનભાઇ અજાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, કુલદિપભાઇ કાનગડ, આરીફભાઇ સુમરા તથા દિપસિંહ ચૌહાણ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- text