સરવડની કે.પી.હોથી વિદ્યાલયનું ૧૨ સામાન્ય પ્રવાહનું ઉત્કૃષ્ટ પરિણામ

- text


મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધો. ૧૦ બાદ ધો. ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં પણ સરવડની કે. પી. હોથી ઉ. મા. વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. ધો. ૧૦નું શાળાનું ૮૭.૫૦ ટકા પરિણામ મેળવ્યા બાદ આજે જાહેર થયેલા ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં પણ શાળાએ ૮૨.૬૦ ટકા મેળવી ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યુ છે.

સરવડ ખાતે આવેલી કે. પી. હોથી ઉ. મા. વિદ્યાલયની વિદ્યાર્થીની સુરાણી દેવાંશીબેને ૯૯.૭૧ PR સાથે કુલ ૬૩૩ માર્ક અને A1 ગ્રેડ મેળવીને શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે બીજા નંબરે છૈયા ધ્રુવીશાબેને ૯૮%PR ૫૯૧ માર્ક સાથે A2 ગ્રેડ મેળવે છે. શેરસિયા કિંજલબેન 97.31 % PR 581 ગુણ સાથે A2 ગ્રેડ મેળવીને ત્રીજા નંબરે ઉત્તીર્ણ થયા છે.

- text

શાળાના વિદ્યાર્થીઓએ આટલું સરસ પરિણામ લાવીને શાળાનું અને સરવડ ગામનું ગૌરવ વધાર્યું છે તે બદલ સરવડ કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ કે હોથી, મંત્રી રતિલાલભાઈ, ટ્રસ્ટના સભ્યઓએ તેમજ ગામના સરપંચ તથા આગેવાનોએ સૌ વિદ્યાર્થીઓ તથા શાળા પરિવારને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.

- text