મોરબીમા ધૂળની આંધી સાથે હવામાનમાં પલટો

- text


આજે પણ કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી

મોરબી : આજે સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે મોરબી જિલ્લામાં સવારે સાડા દસથી પોણા અગિયાર વાગ્યા વચ્ચે ધૂળની રીતસરની આંધી ચડવાની સાથે તોફાની પવન ફૂંકાયો હતો અને અચાનક આવેલ હવામાનમાં પલટાથી લોકો અચંબિત બન્યા હતા.

હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે સોમવારે મોરબી જિલ્લામાં ટંકારા તાલુકામાં મીની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યા બાદ આજે સવારથી હવામાનમાં ફરી પલટો આવ્યો છે અને સવારે અચાનક જ વાદળો છવાયા બાદ ધૂળની આંધી ફૂંકાવા લાગતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. બીજી તરફ હળવદ પંથકમાં પણ સવારથી ધૂળની આંધી ચડી હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે.

- text

- text