પેટી પલંગમાંથી ગાદલા, ગોદળાને બદલે દારૂની બાટલીઓ નીકળી પડી !

- text


વાંકાનેરના લુણસર ગામે તાલુકા પોલીસની કાર્યવાહી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામે તાલુકા પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી પેટી પલંગમા છુપાવવામાં આવેલ વિદેશી દારૂની 33 બોટલ કબ્જે કરી એક શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

વાંકાનેર તાલુકા પોલીસને મળેલી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના લુણસર ગામે આરોપી મહેશ રમેશભાઈ વાઘેલાના રહેણાંકમા દરોડો પાડવામાં આવતા પેટી પલંગમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની 33 બોટલ કિંમત રૂપિયા 12,375 મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text