વાંકાનેરમાં રૂ. 53 લાખનું કૌભાંડ થયું છે : ડીડીઓ

- text


અંદાજે 25થી 30 લાખની રિકવરી : અન્ય વિભાગોમાં પણ કૌભાંડ થતા અલાયદી તપાસ

મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ તેમજ અન્ય ગ્રાન્ટ હડપ કરી જવાના કિસ્સામાં જિલ્લા વિકાસ અધિકારીએ રૂપિયા 53 લાખનું કૌભાંડ થયાનું કબૂલ કરી અંદાજે 25થી 30 લાખની રિકવરી કરવામાં આવી હોવાનું જણાવી અન્ય વિભાગોમાં પણ કૌભાંડ થતા અલાયદી તપાસ ચાલુ હોવાનું ડીડીઓ જાડેજાએ જણાવ્યું હતું.

- text

મોરબી જિલ્લામાં ચકચારી બનેલ શિક્ષણ વિભાગના શિષ્યવૃતિ કૌભાંડમાં અંતે આજે મોરબી જિલ્લા વિકાસ અધિકારી જાડેજાએ પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે વર્ષો જુના કૌભાંડમાં તપાસ સમિતિ દ્વારા તપાસ કરવામાં આવતા કુલ 53 લાખ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે જેમાં અત્યાર સુધીમાં તંત્ર દ્વારા અંદાજે 25થી 30 લાખની રિકવરી કરવામાં આવી હોવાનું જણાવી અન્ય વિભાગોમાં પણ કૌભાંડિયા તત્વોએ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવતા લગત વિભાગો દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

- text