મોરબીના ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા 1085 પરિવારને સ્ટેશનરીનું વિતરણ

- text


મોરબી : મોરબીના ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા ગઈકાલે તારીખ 28 મેના રોજ જરૂરિયાતમંદ 1085 પરિવારોને નોટબુક, ચોપડા, કંપાસ, સ્કૂલબેગ સહિતની સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબીના રવાપર રોડ પર આવેલા ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા 1085 જેટલા પરિવારોને સ્ટેશનરી આપવામાં આવી હતી અને સ્ટોક પૂર્ણ થઈ જતાં બીજા 398 પરિવારને નોટબુક, ચોપડા સહિતની સ્ટેશનરી આપવા માટે નામની નોંધણી કરી લેવામાં આવી છે. જેઓને આવતીકાલે તારીખ 30 મે ને મંગળવારે સાંજે 7-30 થી 11 વાગ્યા સુધી સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવશે.

- text

- text