મોરબી – હળવદ રોડ પર ભારે ટ્રાફિકજામથી રાહદારીઓ થયા પરેશાન

- text


ઘુંટુ અને ઉંચી માંડલ ગામ વચ્ચે મોરબીથી હળવદ તરફ અને હળવદથી મોરબી તરફ આવતા અસંખ્ય વાહનો ફસાયા

મોરબી : મોરબીના ઘુંટુ અને ઉંચી માંડલ ગામ વચ્ચે ભારે ટ્રાફિકજામ સર્જાયો છે.મોરબીથી હળવદ તરફ અને હળવદથી મોરબી તરફ આવતા અસંખ્ય વાહનો ફસાયા છે. સવારના 10 વાગ્યાથી અત્યાર સુધી ટ્રાફિકજામ યથાવત રહેતા સેંકડો વાહન ચાલકો કાળઝાળ ગરમીમાં રીતસર શેકાય ગયા છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે મોરબીના ઘુંટુ અને ઉંચી માંડલ ગામ વચ્ચે ટ્રાફિકજામ થયો હતો જો કે ઉંચી માંડલ ગામ પાસે કોઈ અકસ્માત થવાથી આ ટ્રાફિકજામ થયો હતો. જેના કારણે મોરબી હળવદ રોડ ઉપર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. મોરબીથી સવારે હળવદ જવા નીકળેલા ઘણા લોકો ટ્રાફિકમાં ફસાતા હજુ સુધી હળવદ પહોંચ્યા નથી. તેમજ હળવદ, સુરેન્દ્રનગરથી મોરબી તરફ આવતા અસંખ્ય લોકો ફસાયા છે. સવારના 10 વાગ્યાથી હાલ બપોરના 3 વાગ્યા સુધી ટ્રાફિકજામ યથાવત રહ્યો છે. બીજી તરફ વાહનો કાચબા ગતિ ચાલતા હોય વાહનોના ટો-ભો આવજો તેમજ ઇધણનો ધુમાડો થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં વાહનો ફસાય ગયા છે અને વાહનોની મસમોટી કતારો લાગી છે.

- text

- text