નાના રણમાં ફસાયેલ ત્રણ લોકોનો જીવ બચાવનાર અગરિયાઓનું સન્માન

- text


વિચરતી-વિમુક્ત સમુદાય એકતા મંચ (સૌરાષ્ટ્ર-ગુજરાત – કચ્છ ) દ્વારા શાલ ઓઢાડીને વિશિષ્ટ સન્માન કરાયું

હળવદ : હળવદ નજીક નાના રણમાં થોડા દિવસો પહેલા કાળઝાળ ગરમી વચ્ચે ત્રણ લોકો ફસાયા હતા. આ બાબતની જાણ થતાં અગરિયાઓ નાના રણમાં શોધખોળ કરીને આ ત્રણેય લોકોના જીવ બચાવી લીધા હતા. આથી નાના રણમાં ફસાયેલ ત્રણ લોકોનો જીવ બચાવનાર અગરિયાઓનું વિચરતી-વિમુક્ત સમુદાય એકતા મંચ (સૌરાષ્ટ્ર-ગુજરાત – કચ્છ ) દ્વારા શાલ ઓઢાડીને વિશિષ્ટ સન્માન કરાયું હતું.

થોડા દિવસ પહેલા 50 ડિગ્રી જેટલી કાળઝાળ ગરમીમાં કુડાના નિર્જન નાના રણમાં ફસાયેલ ત્રણ લોકોનો જીવ બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી નાત-જાતના ભેદભાવ વગર માનવતાના ધોરણે ત્રણેય લોકોના જીવ બચાવનાર અગરિયા સમુદાયના ચકુજી ઉકાજી ઠાકોર (સામાજિક કાર્યકર્તા), ભીમજીભાઈ નરશીભાઈ ડુમાણી, અશ્વિનભાઈ ચંદુભાઈ કુડેચા, રોહનભાઈ ગોપાલભાઈ ડુમાણિયા, શામજીભાઈ ધીરુભાઈ કુડેચા, સિંધાભાઈ દિલુભાઈ કુડેચા તથા પ્રકાશભાઈ ચંદુભાઈ કુડેચા જેવા જાંબાઝ યુવાનો નું ડૉ. પ્રકાશભાઈ કોરડીયા, પ્રદેશ કન્વીનર, (વિચરતી-વિમુક્ત સમુદાય એકતા મંચ (સૌરાષ્ટ્ર-ગુજરાત – કચ્છ ) દ્વારા શાલ ઓઢાડીને વિશિષ્ટ સન્માન કરીને નેક કામગીરી માટે પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે સંજયભાઈ અજાણી (V.V.S.E.M),લાલજીભાઈ કોરડીયા તથા નિમકનગર, કુડા, નરાળી, કોપરણી ગામના સામાજિક – રાજકીય આગેવાનો સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text