હળવદ હાઇવે ઉપર ટ્રેલર અને એસટી બસ વચ્ચે અકસ્માત

- text


અકસ્માતમાં સાતને ઇજા, ડ્રાઇવરને વધુ ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા મદદે દોડી આવ્યા

હળવદ : હળવદ નજીક ટ્રેલર અને એસટી બસ વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. જેમાં સાત મુસાફરોને ઇજા પહોંચી હતી. જો કે, ડ્રાઇવરને વધુ ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.

અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ હાઇવે ઉપર કવાડિયા ગામના પાટિયા પાસે અને સુખપર ગામ વચ્ચે આજે ટ્રેલર અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બસમાં બેઠેલા એક બાળક, એક વૃદ્ધા અને ડ્રાઇવરને ઇજા પહોંચી હતી. આ બનાવને પગલે હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ત્યાંથી પસાર થતા હોય તેઓએ ગાડી ઉભી રાખી અકસ્માતના ઇજાગ્રસ્તોની મદદે દોડી ગયા હતા. તેમણે એમ્બ્યુલન્સને જાણ કરી ડ્રાઇવરને વધુ ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. તેમજ તેઓએ એસટી બસનો અકસ્માત થવાથી ફસાયેલા મુસાફરો માટે અન્ય બસની વ્યવસ્થા કરી હતી.

- text

ઇજાગ્રસ્તોની યાદી

 

(૧) ઈશ્વરભાઈ રામશીભાઈ (ડ્રાઇવર)ઉ-૩૫

(૨) ઈમ્તિયાઝ હુસેન અબ્દુભાઈ મન્સૂરી-ઉ-૩૫

(૩) પ્રવિણભાઇ સેધાભાઈ -ઉ.૪૫

(૪) સરીફાબેન ગફુરભાઈ-ઉ-૫૧

(૫) કોકીલાબેન શંકરભાઈ -ઉ-૬૫

(૬)આકાશભાઈ ઉત્તમભાઈ-ઉ-૩૦

(૭)ગફુરભાઈ વલીમોમદભાઈ-ઉ-૫૬

- text