વાંકાનેર તાલુકા પોલીસે ફિલ્મી ઢબે દારૂ ભરેલી સેન્ટ્રો કાર ઝડપી 

- text


સમથેરવા – રાજગઢ રોડ ઉપર મોડીરાત્રે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે કરેલી કાર્યવાહી, રીઢો બુટલેગર નાસી ગયો 

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ગઈકાલે મોડીરાત્રીના સમથેરવા – રાજગઢ રોડ ઉપર વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થતા રીઢા બુટલેગરનો ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. જો કે, અંધારાનો લાભ લઈ બુટલેગર નાસી જતા પોલીસે કાર સહીત 2.17 લાખનો મુદામાલ કબ્જે કરી બુટલેગરને ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ હરિશ્ચન્દ્રસિંહ જાડેજા,ચમનભાઈ ડાયાભાઇ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ અજમલસિંહ ઝાલા, સંજયસિંહ ઘનશ્યામસિંહ જાડેજા અને ડ્રાઇવર દિનેશભાઇ લોખીલ નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે સમથેરવા – રાજગઢ રોડ ઉપર સેન્ટ્રો કાર પસાર થતા પોલીસની હાજરી જોઈ આ કાર નજીકમાં આવેલ જીઇબી પાસે કાર ઉભી રાખી નાસી જતા પોલીસે પીછો કર્યો હતો પરંતુ આ શખ્સ નાસી છૂટ્યો હતો.

- text

વધુમાં પોલીસે આ સેન્ટ્રો કારની તલાસી લેતા કારમાંથી મેકડોવેલ નંબર વન, રોયલ ચેલેન્જ, ઓલ સીઝન અને લંડન હાઈ બ્રાન્ડ વ્હીસકી અને વોડકાની 156 બોટલ કિંમત રૂપિયા 67,200 તેમજ દોઢ લાખની કિંમતની સેન્ટ્રો કાર કબ્જે કરી હતી. વધુમાં પોલીસને જોઈને નાસી ગયેલ આરોપી વિશાલ ગોરધન કોળી રહે.વરડુસર તાલુકો વાંકાનેર વાળો હોવાનું અને આ અગાઉ પણ આરોપી વિશાલ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વિદેશીદારૂના ગુન્હામાં પકડાય ગયેલ હોવાનું બહાર આવતા ફરાર વિશાલ વિરુદ્ધ પોલીસે પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text