હળવદમા ઉછીના આપેલ નાણાં પરત માંગતા કૌટુંબિક સગાઓ વચ્ચે મારામારી

- text


હળવદ : હળવદના ભવાની નગર ઢોરા વિસ્તારમાં રહેતા યુવાને પોતાના કૌટુંબિક સગાને રૂપિયા ઉછીના આપ્યા હોય જે પરત માંગવા જતા પાંચ કૌટુંબિક સગાઓએ પાઇપ અને ધોકા વડે માર મારતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં કુકાભાઈ કરમશીભાઈ જખાણીયા રહે.ભવાની નગર ઢોળા વાળાએ આરોપી બચુ વિરજીભાઈ જખાણીયા, ગગજી વિરજીભાઈ જખાણીયા, મુનાભાઈ સોમાભાઈ જખાણીયા, રાજુભાઇ ગગજીભાઈ જખાણીયા અને વિરમ બચુભાઇ જખાણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પોતે પૈસા આપેલ હોય જે પરત માંગવા જતા આરોપીઓએ એક સંપ કરી ફરિયાદી કુકાભાઈ તેમજ સાહેદ વગાભાઈ, અરજણભાઈ તેમજ ગોવિંદભાઇ ઉપર હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી.

બનાવ અંગે હળવદ પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 325, 323, 324, 504, 114 અને જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text