મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યાર્થી સન્માન સમારોહ માટે માર્કશીટ મોકલી દેવા અપીલ

- text


પ્રથમ વખત માર્કશીટ ઘેર બેઠા ઓનલાઈન મોકલી દેવાની પણ સુવિધા પણ ઉપ્લબ્ધ કરાઈ

મોરબી : વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબી દ્વારા આયોજીત વિદ્યાર્થી સન્માન સમારોહ ૨૦૨૩ માટે ધોરણ ૧ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ પોતાના પરિણામની નકલ પાછળ પોતાનું નામ સરનામું અને મોબાઈલ નંબર સાહિતની વિગતો સાથે આગામી બે રવિવાર એટલેકે તારીખ ૧૪/૫ અને ૨૧/૫ ના રોજ સાંજે ૬ થી ૮ વરિયા મંદિર સો ઓરડી મુકામે જમા કરાવવા મોરબી શિક્ષણ સમિતિની યાદીમાં જણાવાયું છે.

 

મોરબી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા સૌપ્રથમવાર વિદ્યાર્થીઓના ઓનલાઇન પરિણામો પણ સ્વીકારારાશે. જેમાં પરિણામ સ્વીકારવાના બેનર પર QR કોડ આપેલો છે તેને સ્કેન કરીને તેમાં વિદ્યાર્થીનું પુરુનામ, સરનામું, સંપર્ક નંબર તેમજ માર્કશીટની ફાઈલ અપલોડ કરવાની રહેશે. ફાઈલ અપલોડ થઈ ગયા બાદ આપના ઈમેલમાં એક રિટર્ન ઈમેલ મળશે જેમાં આપે અપલોડ કરેલી વિગતો હશે.ઓનલાઇન પરિણામ સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૮/૫/૨૦૨૩ છે ત્યારબાદ કોઈપણ સંજોગોમાં પરિણામ સ્વીકારશે નહિ જેની નોંધ લેશો.સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે બળવંતભાઈ નારણીયા મો. નં.9879419112નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

QR કોડ સ્કેન સુવિધા કોઈ મોબાઈલમાંના હોય તેઓએ નીચે આપેલી લિંક પર થી પણ ઓનલાઇન વિગતો ભરી શકાશે.

https://forms.gle/xwoXyaYH5EhHKQ1P6

- text