મજાક મોત બની ! મોરબીમાં દંપતિ મજાક કરતું હતું ને છરી પેટમાં ઘુસી ગઈ

- text


ફ્રુટ સુધારતા બનેલી ઘટનામાં પતિનું સારવારમાં મૃત્યુ

મોરબી : મોરબીના હરિપાર્કમા પતિ – પત્ની રાત્રીના સમયે ફ્રુટ સુધારતા સુધારતા મજાક કરતા હતા ત્યારે મજાક, મજાકમાં છરી પેટમાં લાગી જતા પતિનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિદ્યુતનગર નજીક આવેલ હરિપાર્કમાં રહેતા અમરદીપસિંહ પ્રવિણસિંહ રાણા ઉ.32 અને તેમના પત્ની ગત તા.2 મેના રોજ રાત્રે ઘેર હાજર હતા ત્યારે મજાક મસ્તી કરતા હતા અને ફ્રુટ સુધરતી વખતે પોતાના હાથમાં રહેલી છરી ધ્યાન ભટકતા પેટના ભાગે લાગી જતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ વધુ સારવારમાં ખસેડતા તા.7ના રોજ અમરદીપસિંહનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text