કાળાબજાર કરનાર માળિયાના સસ્તા અનાજના વેપારીને 21 લાખનો દંડ

- text


ગીતા ફ્લોર મિલમાં બિનહિસાબી અનાજ-ચોખા મળી આવવા મામલે 2.42 લાખનો દંડ

મોરબી : માળીયા મિયાણા શહેરમાં સસ્તા અનાજના વિક્રેતા દ્વારા ગરીબ રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજનો જથ્થો વિતરણ કરવાને બદલે કાળાબજારી મામલે ફરિયાદ ઉઠ્યા બાદ તંત્ર દ્વારા દરોડા પાડી કાળાબજારી ઝડપી લેવામાં આવ્યા બાદ આ અંગેનો કેસ ચાલી જતા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અધધ કહી શકાય તેવો 21.23લાખનો દંડ ફટકારી પરવાનો કાયમી રદ કરવામાં આવ્યો છે સાથે જ મોરબીમાં કાળાબજારી મામલે વેપારીને 2.42 લાખનો દંડ કરવામાં આવ્યો હતો.

- text

મોરબી જિલ્લા પુરવઠા અધિકારી પરમારના જણાવ્યા મુજબ માળીયા તાલુકામાં માળીયા મિયાણા 2 અને 3 નંબરની દુકાન ચલાવતા જમાલશા જુસબશા ફકીર દ્વારા ગેરરીતી આચરવામાં આવતી હોવાથી મામલતદાર કચેરી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને જણસીની વધઘટ જોવા મળતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જે અંગેનો કેસ ચાલી જતા હાલમાં 21,23,142 રૂપિયા દંડ ફટકારી સસ્તા અનાજનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત મોરબી શનાળા બાયપાસ ખાતે ગોકુલનગર વિસ્તારમાં ગીતા ફ્લોર મિલમાં એલસીબી પોલીસે ગેરકાયદેસર 8840 કિલો ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી આ પ્રકરણમાં પણ દાખલારૂપ કામગીરી કરી ગીતા ફ્લોર મિલન સંચાલકને રૂપિયા 2,42,740નો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text