બાઈક સાઈડમાં લેવા જેવી નજીવી બાબતે હળવદના ભલગામડા ગામે બઘડાટી 

- text


બે પરિવાર વચ્ચે હાથોહાથની જામતા બન્ને પક્ષે ચાર-ચાર વ્યક્તિ ઘાયલ 

હળવદ : હળવદ તાલુકાના ભલગામડા ગામે બાઇક સાઇડમા લેવા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી જતા આ મારામારીની ઘટનામાં બન્ને પક્ષે ચાર-ચાર લોકો ઘાયલ થતા ઇજાગ્રસ્તોને મોરબી અને સુરેન્દ્રનગર ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે. હાલ હળવદ પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હોવાનું જાણવા મળે છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામે બાઇક સાઇડમા લેવા જેવી નજીવી બાબતે ખાંભડીયા અને દેત્રોજા પરીવાર વચ્ચે બોલાચાલી થયા બાદ થોડીવારમાં ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરતા બન્ને પક્ષે અથડામણ થઈ હતી. આ મારામારીની ઘટનામાં કુલ 8 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે મોરબી તેમજ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

- text

વધુમાં બનાવની જાણ થતા જ હળવદ પોલીસ ઇન્સ્પેકટર સહિતનો પોલીસ કાફલો ભલગામડા ગામે દોડી ગયો હતો. મારામારીની આ ઘટનામાં જશુબેન પ્રભુભાઇ દેત્રોજા, વિજયભાઇ રમેશભાઇ દેત્રોજા, પ્રભુભાઇ સુરાભાઇ દેત્રોજા, હરેશભાઇ પ્રભુભાઇ દેત્રોજા, ભુપતભાઇ અળખાભાઇ ખાંભડીયા, વિનોદભાઇ, અળખાભાઇ ખાંભડીયા, રણજીતભાઇ પ્રવિણભાઇ ખાંભડીયા અને પ્રવિણભાઇ અરજણભાઇ ખાંભડીયાને ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે.હાલમાં હળવદ પોલીસે ભલગામડા ગામે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હોવાનું જાણવા મળે છે.

- text