હળવદના રાણેકપરમાં બાઈકના કાવા મારવા મામલે વળતી ફરિયાદ નોંધાઇ

- text


હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામે બાઇકમાં કાવા મારવા મુદ્દે સમજાવવા જતા મારામારી અંગે ગઈકાલે ફરિયાદ નોંધાયા બાદ બાઈક ચાલકે ત્રણ શખ્સોએ માર મારવા અંગે વળતી ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જુના રાણેકપર ગામે રહેતા કલ્પેશ ઉર્ફે રણછોડભાઈ ઉર્ફે ઘોઘો ચંદુભાઈ બાબરીયાએ આરોપી રાજુ નવઘણભાઈ ઉડેચા, નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચા અને સાગરભાઈ નવઘણભાઈ ઉડેચા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ત્રણેય આરોપીઓએ તું બાઇકમાં કાવા કેમ મારશ કહી તેમના ભત્રીજા યુવરાજને અને માતાને માર માર્યો હતો.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text