ચોમાસુ વહેલું અને ધોધમાર ! ટીટોડીએ અગાસીમાં ઈંડા મુક્યા

- text


વાંકાનેરમા જડેશ્વર ચેમ્બર નજીક અગાસીમાં ઈંડા મુકતા લોકો અચંબિત

વાંકાનેર : લોકવાયકા મુજબ ટીટોડી ઉંચા સ્થાને ઈંડા મૂકે એટલે સારા વરસાદના શુકન માનવામા આવે છે અને સામાન્ય રીતે વૈશાખ કે જેઠ મહિને ટીટોડી ઈંડા મુક્તી હોય છે પણ વાંકાનેરમાં ટીટોડીએ આગોતરા ઈંડા મુકતા લોકો અચંબિત થયા છે.

વાંકાનેરથી મોરબી અપડેટના પ્રતિનિધિ હરદેવસિંહ ઝાલા જણાવે છે કે, અહીંના જડેશ્વર ચેમ્બર પાસે આવેલ આશીર્વાદ મોટર્સની બાજુની છત ઉપર ટીટોડીએ ઈંડા મુક્યા છે, વધુમાં ટીટોડીએ ચાર ઈંડા મુક્યા છે અને ચારેય દિશામાં મુકેલા આ ઇંડાઓ જોતા લોક વાયકા મુજબ આગામી ચોમાસાનું આગમન વહેલુ થવાની સાથે ઉંચા સ્થાન ઉપર એટલે કે છત ઉપર ઈંડા મુક્યાં હોય ચોમાસામાં ભરપૂર વરસાદ થવાના એંધાણ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

- text

 

- text