મોરબી જિલ્લામાં આજે નવા 34 કેસ, એક્ટિવ કેસ 176 થયા

- text


મોરબી ગ્રામ્યમાં 11 કેસ, મોરબી શહેરમાં 5 કેસ, હળવદ ગ્રામ્યમાં 12 કેસ, ટંકારા ગ્રામ્યમાં 3 કેસ, માળિયા ગ્રામ્યમાં 2 કેસ, વાંકાનેર શહેરમાં 1 કેસ

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસો હવે અટકવાનું નામ લેતા નથી. જિલ્લામાં આજે ફરી નવા 34 કેસ નોંધાયા છે. સામે એક્ટિવ કેસ થોડા જ દિવસોમાં છેક 176એ પહોંચી ગયા છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 1012 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 34 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબી ગ્રામ્યમાં 11 કેસ, મોરબી શહેરમાં 5 કેસ, હળવદ ગ્રામ્યમાં 12 કેસ, ટંકારા ગ્રામ્યમાં 3 કેસ, માળિયા ગ્રામ્યમાં 2 કેસ, વાંકાનેર શહેરમાં 1 કેસ નોંધાયા છે. જ્યારે વાંકાનેર ગ્રામ્ય, હળવદ શહેર, ટંકારા શહેર અને માળિયા શહેરમાં એક પણ કેસ નોંધાયો નથી.

- text

આજે 23 દર્દીઓ રિકવર થયા છે એટલે એક્ટિવ કેસની સંખ્યા આજની સ્થિતિ 176એ પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી કોરોના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. જેથી લોકોએ હવે તકેદારી રાખવું જરૂરી બન્યું છે.

- text