મોરબીમાં અનેકને ઝાડા-ઉલ્ટી કરાવતા શ્રીજી ફરાળી લોટના નમૂના લઈ લેબમાં મોકલાયા

- text


ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી નમૂનો લીધો, રિપોર્ટ આવ્યા બાદ થશે આગળની કાર્યવાહી 

મોરબી : મોરબીમાં રામનવમીના પાવન અવસરે ઉપવાસ કરનાર અનેક લોકોએ શ્રીજી બ્રાન્ડ ફરાળી લોટની વાનગી આરોગ્ય બાદ ચક્કર, ઝાડા અને ઉલ્ટીઓ થતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હરકતમાં આવી નમૂના લઈને તેને લેબમાં મોકલ્યા છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ મોરબીના અધિકારી એમ. એમ. છત્રોલા દ્વારા આજ રોજ ફરાળી લોટની ફરિયાદને અનુસંધાને શહેરમાં આવેલ વિવિધ દુકાનોની તપાસ કરી શ્રીજી ફરાળી લોટના ડીસ્ટીબ્યુટર અક્ષર એન્ટરપ્રાઇઝમાંથી શ્રીજી ફરાળી લોટ ૫૦૦ ગ્રામ પેકનો નમૂનો લઈ પૃથકરણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ્સ પ્રયોગશાળા, વડોદરા ખાતે મોકલી આપેલ છે અને પરિણામ આવ્યેથી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું છે.

- text

- text