વાંકાનેર : પુત્રીને ભગાડી જનાર શખ્સે પુરાવા રૂપે આપેલ મેરેજ સર્ટી બોગસ હોવાની રાવ

- text


બોગસ સર્ટી રજૂ કરનાર શખ્સ સામે કાર્યવાહી કરવા પુત્રીના પરિવારની ડીએસપી અને મામલતદારને રજુઆત

વાંકાનેર : વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાંથી પુત્રીને ભગાડી જનાર શખ્સે પોલીસ મથકમાં બોગસ મેરેજ સર્ટી રજૂ કર્યાના આક્ષેપ સાથે પરિવારજનોએ કાર્યવાહીની માંગ સાથે ડીએસપી અને મામલતદારને રજુઆત કરી છે.

વાંકાનેરના મોટા ભોજપરા ગામે રહેતા હુસેન ઉસ્માન કડીવારે રજુઆતમાં જણાવ્યું છે કે તેઓએ 20/12/2022ના રોજ તેમની દીકરી ગુમ થયાની અરજી કરી હતી. જે અનુસંધાને 22/01/2023ના રોજ પ્રકાશ ગંગારામ મકવાણા તેમની દીકરીને લઈને પોલીસ મથકે રજૂ થયો હતો. આ વેળાએ તેને અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ પંચાયતનો લગ્ન કર્યાનો દાખલો પણ પુરાવા રૂપે રજૂ કર્યો હતો.

- text

આ દાખલો 1/1/2023નો હતો. જેના ઉપર શંકા ઉપજતા અમે પરિવારજનો ત્યાં રૂબરૂ ગયા હતા. તલાટીએ આ તારીખમાં કોઈ દાખલો જ ઇસ્યુ ન થયો હોવાનું જણાવ્યું હતું. આ મેરેજ સર્ટી બોગસ હોવાની અમારી શંકા સાચી ઠરી હતી. આ અંગે પોલીસ મથકે ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં તેઓ દ્વારા ફરિયાદ લેવામાં આવતી નથી. તેમ અંતમાં અરજદારે જણાવ્યું હતું.

- text