મોરબી જિલ્લામાં કોરોનાના આજે નવા 18 કેસ, એક્ટિવ કેસ 78 થયા

- text


મોરબી ગ્રામ્યમાં 4, મોરબી શહેરમાં 6, વાંકાનેરમાં 2, હળવદ ગ્રામ્યમાં 1 અને ટંકારા ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા 

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ આવવાનું યથાવત રહ્યું છે. જિલ્લામાં આજે ફરી નવા 18 કેસ નોંધાયા છે. સામે માળિયામાંથી એક દર્દી ડિસ્ચાર્જ પણ થયા છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 1166 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 18 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબી ગ્રામ્યમાં 4, મોરબી શહેરમાં 6, વાંકાનેરમાં 2, હળવદ ગ્રામ્યમાં 1 અને ટંકારા ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે.

- text

એક્ટિવ કેસની સંખ્યા આજની સ્થિતિએ 78એ પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી કોરોના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. જેથી લોકોએ હવે તકેદારી રાખવું જરૂરી બન્યું છે.

- text