સરવડની શાળાની વિદ્યાર્થીનીઓએ 11 દિવસની સ્વરક્ષણ તાલીમ મેળવી

- text


મોરબી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી આયોજિત તાલીમ શિબિર સંપન્ન

માળિયા : માળિયા મીયાણા તાલુકાના સરવડ ગામની કે. પી. હોથી ઉ.મા.વિદ્યાલય મુકામે 11 દિવસ સુધી શાળાની વિદ્યાર્થીનીઓ માટે મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજિત તાલીમમાં હાઈસ્કૂલની ધોરણ 9 અને 11 ની બહેનોને પ્રભાતભાઈ મકવાણા દ્વારા કરાટેની સઘન તાલીમ અપાઈ હતી.સમાજમાં સ્ત્રીઓ સામે થતા આક્રમણ સામે તેઓ પ્રતિકાર કરી શકે અને પોતાનું રક્ષણ કરી શકે તે માટે વિવિધ પ્રકારના કરાટે ના દાવ શાળાની બહેનોને શીખવવામાં આવ્યા હતા.

છેલ્લા 11 માં દિવસે માળિયા મીયાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કરાટે ટ્રેનર પ્રભાતભાઈ મકવાણા તથા શાળાના સમગ્ર સ્ટાફની હાજરીમાં પ્રાથમિક શાળાની તેમજ હાઈસ્કૂલની ધોરણ 9 અને 11 ની વિદ્યાર્થીનીઓએ કરાટેના કરાટેના જે વિવિધ દાવ રજૂ કર્યા તે જોતા ખરેખર એવું લાગતું હતું કે ઉપરોક્ત તાલીમ વિદ્યાર્થીનીઓ માટે ખૂબ જ ઉત્સાહક વર્ધક ડરને દૂર કરીને પોતાના રક્ષણ માટે તેમને સક્ષમ બનાવે તેવી સફળ રહી હતી.

- text

- text