તંત્રએ સેફટી પારો ન બાંધવા દેતા અગરીયાઓની રોજીરોટી ઉપર જોખમ!!

- text


સેફટી પારો નહિ બાંધવા દેવાય તો મીઠુ નિષ્ફળ જશે : જુના ઘાટીલા રણ વિસ્તારમાં મળેલી બેઠકમાં લાચારી વ્યક્ત કરતા અગરીયાઓ

મોરબી : જુના ઘાટીલા રણ વિસ્તારમાં અગરીયાઓને તંત્રએ સેફટી પારો ન બાંધવા દેતા તેમની રોજીરોટી ઉપર જોખમ ઉભું થયું છે. આ મામલે અગરીયાઓએ બેઠક યોજી પોતાની લાચારી પણ વ્યક્ત કરી હતી.

અગરીયાઓના જણાવ્યા મુજબ તેઓ વર્ષ 1953થી જુના ઘાટીલા રણ વિસ્તારમાં મીઠું પકવે છે. દરિયાનું પાણી ન આવે એ માટે તેઓ દર વખતે સેફટી પારો બાંધે છે. પણ આ વખતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તેઓને સેફટી પારો બાંધવા દેવામાં આવ્યો નથી. પારો ન બાંધવાથી તેઓના પાટામાં પાણી ઘુસી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જો આવું થશે તો મીઠું નિષ્ફળ જશે તેમ તેઓએ જણાવ્યું છે.

- text

- text