હળવદમાં ક્રિકેટનો જંગ જામ્યો,૧૦ ટીમો વચ્ચે બરાબરની ટક્કર

- text


શુક્રવારે સાંજે હળવદ પ્રીમિયર લિંગ-૩ આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ

હળવદ : હળવદ શહેરમાં શુક્રવારે સાંજે હળવદ પ્રીમિયર લીંગ-૩ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો સંતો તેમજ રાજકીય આગેવાનોની હાજરીમાં દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે.

હળવદ હાઇ-વે પર આવેલ રિલાયન્સ પંપની બાજુના સોમનાથ ગ્રાઉન્ડમાં રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનો શુક્રવારે શ્રી ભક્તિનંદન સ્વામી,ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના અગ્રણીઓની હાજરીમાં ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટ ૧૨ દિવસ સુધી ચાલશે. જેમાં જુદી જુદી ૧૦ ટીમોએ ભાગ લીધો છે જે દરેક ટીમ ૧૨ ઓવરની ૪ મેચ રમશે,જેમાં ફાઇનલ વિજેતા ટીમને ૧.૫૧ લાખ રોકડ તેમજ ટ્રોફી આપવામાં આવશે જ્યારે ઉપવિજેતા ટીમને રૂપિયા ૧ લાખ અને ટ્રોફી અપાશે.વધુમાં જીગ્નેશભાઈ પટેલ,સંદીપભાઈ પટેલ,સનીભાઇ ઠક્કર સહિતના આયોજકો દ્વારા જણાવ્યું હતું કે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે કાંઈ આવક આવે તે હળવદના જરૂરિયાતમંદ લોકો પાછળ વાપરવામાં આવશે.

- text

- text