મોરબીમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જન્મોત્સવની ભક્તિભાવથી ઉજવણી 

- text


સવારે ધ્વજારોહણ, મહાઆરતી અને બપોરે મહાપ્રસાદ બાદ સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી

મોરબી : મોરબીમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જન્મોત્સવ ચેટીચાંદની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ મોટી સંખ્યામાં સમાજના લોકોની ઉપસ્થિતિ રહી હતી.

સમસ્ત સિંધી સમાજ મોરબી દ્વારા આજે ૧૦૭૩ મો ઝૂલેલાલ જન્મોત્સવ (ચૈત્રીબીજ)ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સવારે ૮ કલાકે ધ્વજારોહણ, સવારે ૧૧ કલાકે મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે ૧૨ : ૩૦ કલાકે મહાપ્રસાદ યોજાયો હતો.

ત્યારબાદ સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. વાજતે ગાજતે હર્ષોલ્લાસ સાથે નીકળેલી આ ભવ્ય શોભાયાત્રા જે શહેરના મુખ્યમાર્ગો પર ફરીને સિંધુ ભવન, સ્ટેશન રોડ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સમસ્ત સિંધી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text