ધો.12માં મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને અંગ્રેજીની પરીક્ષામાં 49 વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


મોરબી જિલ્લામાં કુલ 3379માંથી 3330 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

મોરબી : મોરબી જિલ્લામાં હાલ ધો.10, 12 બોર્ડની ચાલી રહેલી પરીક્ષા દરમિયાન આજે લેવાયેલી ધો.12ના મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને અંગ્રેજીની પરીક્ષામાં 49 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે કુલ 3379માંથી 3330 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

- text

મોરબી જિલ્લામાં આજે ધો.12 સામાન્ય પ્રવાહના મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં મનોવિજ્ઞાનની પરીક્ષામાં કુલ 1696 માંથી 43 ગેરહાજર 1653 વિધાર્થીઓ હાજર, અંગ્રેજી (06)ની પરીક્ષામાં કુલ 1614માંથી 4 ગેરહાજર અને 1610 વિદ્યાર્થીઓ હાજર, અંગ્રેજી (013)ની પરીક્ષામાં કુલ 53માંથી 1 ગેરહાજર અને 52 હાજર તેમજ સમાજશાસ્ત્રની પરીક્ષામાં કુલ 16માંથી 1 ગેરહાજર અને 15 વિધાર્થીઓ હાજર રહ્યા હતા.

- text