મોરબીમાં વીજતંત્રનું પાવર કટ્ટનું માવઠું : પરસેવે નહાતા લોકો

- text


66 કેવી વીજ સબસ્ટેશનમાં ક્ષતિ થવાથી બે દિવસથી પાવર કટની સમસ્યા સર્જાઈ : ગઈકાલે બે કલાક પાવર બંધ કરીને ફોલ્ટને રીપેરીંગ કરાતા વીજ પુરવઠો પૂર્વવર્ત થયો

મોરબી : મોરબીમાં છેલ્લા બે ત્રણ દિવસથી માવઠા દરમિયાન વારંવાર વીજ ધાંધિયાથી લોકો પરેશાન થઈ ગયા હતા. વીજ તંત્રના સતાવાર જણાવ્યા મુજબ 66 કેવી વીજ સબસ્ટેશનમાં ક્ષતિ થવાથી બે દિવસથી પાવર કટ્ટની સમસ્યા સર્જાઈ હતી.આથી ગઈકાલે બે કલાક પાવર બંધ કરીને ફોલ્ટને રીપેરીંગ કરાતા વીજ પુરવઠો પૂર્વવર્ત થયો હતો.

- text

મોરબી શહેરમાં છેલ્લા બે દિવસથી વારંવાર પાવર કટની સમસ્યા સર્જાઇ હતી. હાલ ઉનાળાના પ્રારંભે પણ કાળઝાળ ગરમી પડતી હોવાથી વારંવાર પાવર કટને કારણે લોકોમાં સખત ગરમીમાં ભારે અકળાયા હતા. છેલ્લા બે ત્રણ દિવસથી માવઠું થયું હોય એ દરમિયાન જ વારંવાર વીજ ધાંધિયા થવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે મોરબી શહેરમાં આ વારંવાર પાવર કટ થવાની સમસ્યા ઉભી થઇ હતી. પરંતુ સામાંકાંઠા વિસ્તારોમાં આ વીજ ધાંધિયાનો કોઈ પ્રોબ્લેમ નડ્યો ન હતો મોરબી શહેર 1માં 66 કેવીમાં કોઈ ફોલ્ટ થવાથી વીજ ધાંધીયા થયા હતા. આ અંગે મોરબી સીટી પીજીવીસીએલ કચેરી-1ના અધિકારીએ જણાવ્યું હતું કે, મોરબી સીટી-1માં 66 કેવી વીજ સબ સ્ટેશનના ટેક્નિકલ ક્ષતિ થવાથી છેલ્લા બે દિવસથી આ પાવર કટની સમસ્યા થઈ હતી. આથી ગઈકાલે બે કલાક પાવર બંધ રાખીને મોરબી સીટી-1માં 66 કેવી વીજ સબ સ્ટેશનના ટેક્નિકલ ક્ષતિને યુદ્ધના ધોરણે રિપેરીગ કરીને આ ક્ષતિ દૂર કરાતા હવે વીજ પુરવઠો પૂર્વવર્ત થયો છે.

- text