ચકલી બચાવવા મોરબીના લક્કી ગ્રુપે 14 વર્ષમાં દોઢ લાખ ચકલીના માળાનું વિતરણ કર્યું

- text


આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે 5 હજાર ચકલીના માળાનું વિતરણ કરાશે, વિતરણ કરાયેલા મોટાભાગના માળમાં ચકલીઓનો નિવાસ થયો

મોરબી : આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીઓનો ફરી ઘરમાં કિલકીલાટ થાય તે માટે ઠેરઠેર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે મોરબીના લક્કી યુવા ગ્રુપ એક બે નહિ પણ છેલ્લા 14 વર્ષથી નિરંતર ચકલી બચાવો અભિયાન ચાલવીને સતત ચકલીના માળાનું વિતરણ કરે છે. લક્કી ગ્રુપ દ્વારા 14 વર્ષમાં દોઢ લાખ ચકલીના માળાનું વિતરણ કરાયું છે અને વિતરણ કરાયેલા મોટાભાગના માળમાં ચકલીઓનો નિવાસ થયો છે.

મોરબીના લક્કી યુવા ગ્રુપ દ્વારા છેલ્લા 14 વર્ષથી ચકલી બચાવો અભિયાન ચલાવવામાં આવ્યું છે. આ યુવાનોનું બનેલું ગ્રુપ માત્ર ચકલી દિવસ પૂરતા જ નહીં પણ વર્ષના 365 દિવસ નિરંતર ચકલીઓનો ઘરમાં ચીં ચીં.. નો ગુંજરાવ ખીલી ઉઠે તે માટે ભગીરથ પ્રયાસો કરવામાં આવે છે અને ખાસ પ્રકારના ચકલીના માળા બનાવીને લોકોને વિનામૂલ્યે વિતરણ કરે છે. છેલ્લા 14 વર્ષથી સતત ચકલીના માળાનું વિતરણ કરીને લુપ્ત થતી ચકલીઓને બચાવવાનું અભિયાન ચલાવે છે અને આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે 5 હજાર ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ ગ્રુપ દ્વારા લોકોને બોરેમાસ ચકલીના માળા મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે.

લક્કી ગ્રુપના મોહિત ઘોડાસરાએ કહ્યું હતું કે, છેલ્લા 14 વર્ષથી ચકલી બચાવો અભિયાન ચાલવી અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ ચકલીના માળાનું વિતરણ કર્યું છે. લક્કી ગ્રુપમાં 20 જેટલા યુવાનો સેવા આપે છે. જ્યારે આ યુવાનો દ્વારા ઉત્તરાયણ નિમિતે પતંગ અને ફીરકી તેમજ ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે. તેમાંથી નફો થાય એમાંથી અને યુવાનો જરૂર જણાય તો જાતે સવખર્ચ કરીને ચકલીના માળા બનાવીને દર વર્ષે 10 હજાર માળાનું વિતરણ કરવામાં આવે છે. જે લોકોને જરૂર હોય એ પ્રમાણે ચકલીના માળા આપવામાં આવે છે.

- text

- text