ટંકારા ICDS દ્વારા સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો

- text


ટંકારા : કિશોરીઓ અને ભવિષ્યની માતા સમાજમાં પગભર બને સમાજમાં સન્માન સાથે જીવન જીવી શકે તે માટે મહિલાઓના ઉત્કર્ષ માટે સરકારની વિવિધ યોજના અને કાયદાઓની માહિતી મળે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા પૂર્ણા યોજના થકી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કિશોરી કુશળ બેન સુત્રને સાર્થક કરવા “ સશકત અને સુપોષિત કિશોરી અભિયાન“ મેળાનું ટંકારા ICDS ઘટક કચેરીએ આયોજન કરવામાં આવ્યું હતું.

ટંકારા ખાતે આયોજિત સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળામાં સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા (ચેરમેન, મહિલા અને બાળવિકાસ યોજના), પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા (પ્રમુખ, તાલુકા પંચયાત ટંકારા), કમળાબેન ચાવડા (સભ્ય, જિલ્લા પંચયાત મોરબી), ભાવનાબેન ચારોલા (પ્રોગ્રામ ઓફિસર), મામલતદાર કે.જી સખીયા, રંજનબેન મકવાણા (સમાજ સુરક્ષા), ગીતાબેન ચેરમેન, સામાજિક ન્યાય), રાજકીય અગ્રણી વાઘજીભાઈ ડાંગરોચા, પ્રભુભાઈ કામરીયા, કડીવાર નથુભાઈ, ચાવડા અશોકભાઈ, ભાગિયા સંજયભાઈ, અંદર્ભા કિરીટભાઈ, વધરીયા દિનેશભાઈ, ઝાલા રૂપસિંહ, પ્રજાપતિ બીપીનભાઈ, રશ્મીકાંતભાઈ, તમામ શાખાના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં વિવિધ શાખામાંથી પધારેલ અધિકારી- કર્મચારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય શાખાના ભાવનાબેન પટેલ દ્વારા અનેમીયા, હિમોગ્લોબીન, આહાર અને અંગત સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિક્ષણ શાખાના કલ્પેશભાઈ દ્વારા શિક્ષણની યોજના, શિષ્યવૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સેલ્ફડિફેન્સ (સ્વબચાવ)અંગે સંસ્કૃતિબેન, હર્શવીબેન, ધનીશાબેન દ્વારા દાવ કરાવી સ્વબચાવ અંગે માર્ગદર્શન અપાયું હતું. સમાજ સુરક્ષાના રંજનબેન મકવાણા દ્વારા વિધવા સહાય, વિકલાંગ સહાય, અનાથ સહાય, પોસ્કો એક્ટ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ૧૮૧ અભય મહિલા હેલ્પલાઈનના નમીરાબેન બ્લોચ દ્વારા માર્ગદર્શન અપાયું હતું.

આ કાર્યક્રમમાં લખધીરગઢ આંગણવાડીની કિશોરીઓ દ્વારા સ્વાગત ગીત અને મીતાણા આંગણવાડીની કિશોરી દ્વારા ભરતનાટ્યમ રજુ કરવામાં આવ્યું હતુ. કૃણાલી નિમાવત દ્વારા પૂર્ણા યોજના અંતર્ગત પોતાના મંતવ્ય રજુ કર્યા હતા, વાલી ભાગિયા મનીષાબેન દ્વારા આંગણવાડી કેન્દ્ર પર મળતા લાભો અંગે પોતાનો અભિપ્રાય રજુ કર્યા હતા. કિશોરી મેળા કાર્યક્રમને અંતે કિશોરીઓને પૂર્ણકપથી મહાનુભાઓના હસ્તે પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરાયા હતા.

- text

કાર્યક્રમને સફળ સ્વરૂપ અપાવવામાં તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ icds ઘટક કચેરીના cdpo, મુખ્ય સેવિકા, જિલ્લા પંચયાત નોડલ રમેશભાઈ ધોરીયા, પૂર્ણા કન્સલ્ટન્ટ વિશાલભાઈ અને ઓફીસ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી.

- text