વાંકાનેરના ઢુંવા નજીક દારૂ – બિયર સાથે એક ઝડપાયો, એક ફરાર

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે ઢુંવા લાકડધાર રોડ ઉપર આવેલ ઓરડીમાં દરોડો પાડી વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે એકને ઝડપી લીધો હતો, જો કે દરોડા દરમિયાન બીજો આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ઢુંવા લાકડધાર રોડ ઉપર આવેલ ઓરડીમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા સાયલાના ભાડુકા ગામના વતની આરોપી ક્રિપાલસિંહ હઠીસંગ મકવાણાના કબ્જામાથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 34 બોટલ કિંમત રૂપિયા 12,750 તેમજ કિંગ ફિસર બિયર ટીન 20 કિંમત રૂપિયા 2000 મળી આવતા પોલીસે 14,750નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં દારૂના ધંધામાં અન્ય આરોપી અનિરુદ્ધસિંહ દાનુભા ચૌહાણ રહે.નવા ઢુંવા વાળાની સંડોવણી હોવાની આરોપીએ કબૂલાત આપતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

- text