સરતાનપર ચોકડીએ ટ્રાફિકજામની રોજિંદી હૈયાહોળી

- text


વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર મોટા વાહનો ફસાય જતા હોવાથી વારંવાર સર્જાતો ટ્રાફિકજામ નિવારવા સિરામીક ઉદ્યોગની અવાર નવાર રજુઆત છતાં પરિણામ શૂન્ય

મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર સરતાનપર ચોકડીએ ટ્રાફિકજામની રોજિંદી હૈયાહોળી સર્જાઈ છે. જેમાં હાઇવે ઉપર વણાંક લેતી વખતે કે ક્રોસ થતી વખતે મોટા વાહનો ફસાય જતા હોવાથી વારંવાર સર્જાતા ટ્રાફિકજામથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.જો કે,ટ્રાફિકજામ સમસ્યા નિવારવા સિરામીક ઉદ્યોગની અવાર નવાર રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલ સરતાનપર ચોકડીએ ત્રણ રસ્તા ફંટાય છે. જેમાં સરતાનપર તરફ જવાનો અને નેશનલ હાઇવે સહિત ત્રણ માર્ગો ભેગા થતા હોય અને ત્યાં આજુબાજુમાં મોટા પ્રમાણમાં સીરામીક એકમો હોવાથી અહીંયા મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે.ત્યારે અહિયાં ખાસ કરીને મોટા ટેઇલર, કન્ટેનર જેવા વાહનો વણાંક લેતી વખતે કે ક્રોસ થતી વખતે ફસાય જતા હોય દિવસમાં અનેક વખત ટ્રાફિકજામ થાય છે. દરરોજ કલાકો સુધી ટ્રાફીકમાં ફસાવવું પડતું હોવાથી વાહન ચાલકો આ દરરોજની ટ્રાફિકજામની સમસ્યાથી ત્રસ્ત થઈ ગયા છે.

ટ્રાફિકજામને કારણે ઈંધણનો ખોટો બગાડ થાય છે અને લોકો કામના સ્થળે સમયસર પહોંચી શકતા નથી. આ ઉપરાંત હાઇવે ઉપર લાલપર પાસે વણાંકમાં મોટા વાહનોને વળતા ઘણીવાર લાગતી હોવાથી વાહનોના થપ્પા લાગી જાય છે. હાઇવે ઉપર ઠેરઠેર આ રીતે ટ્રાફિકજામ લાંબા સમયથી થતો હોવાથી સંબધિત તંત્ર યોગ્ય પગલાં ભરે તે માટે સિરામીક ઉદ્યોગકારો દ્વારા અવાર નવાર રજુઆત કરવામાં આવી છે પરંતુ આ મામલે હાઇવે ઓથોરિટી તેમજ સ્થાનિક તંત્ર પગલાં ભરતું ન હોય ઉદ્યોગકારો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

- text

- text