પરપ્રાંતિયોને ઓરડી ભાડે આપનાર અને કામે રાખનાર વધુ પાંચ કાયદાની ઝપટે 

- text


મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં પરપ્રાંતિયોને કામે રાખનાર અને મકાન ભાડે આપનાર માટે જાહેરનામું અમલી બનાવી પોલીસને જાણ કરવાની સાથે એસ્યોર મોરબી એપમાં ઓનલાઇન નોંધણી ફરજીયાત હોવા છતાં કાયદાનો અમલ નહીં કરનાર વધુ પાંચ આસામીઓ વિરુદ્ધ કાયદાનો દંડો ઉગામવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા કબીર ટેકરી વિસ્તારમાં પરપ્રાંતિયને ઓરડી ભાડે આપી પોલીસને જાણ નહીં કરનાર મહમદભાઇ હાજીભાઇ મુસાણી અને યોગેશભાઇ ગંગારામભાઇ અગેચણીયા વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત મોરબી શનાળા રોડ ઉપર જીઆઈડીસીમાં આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ કારખાનમા પરપ્રાંતીય માણસોને મજુરી કામે રાખી એસ્યોર મોરબી એપ્લિકેશનમાં નોંધ નહીં કરાવનાર કીશનભાઇ નરશીભાઇ પરમાર તેમજ શકતશનાળા જી.આઇ.ડી.સી સીલ્વર પેક ઇન્ડસ્ટ્રીઝ કારખાનમા પરપ્રાંતીય માણસોને મજુરી કામે રાખી એસ્યોર મોરબી એપ્લિકેશનમાં નોંધ નહીં કરાવનાર કૈલાશભાઇ મુળજીભાઇ સવસાણી વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.

- text

આ ઉપરાંત માળીયા મિયાણા પોલીસ ટીમે માળીયા જામનગર હાઇવે રોડ ઉપર ચાંચાવદરડા ગામની સીમમાં આવેલ વિતરાગ પોલીપેક એલ.એલ.પી.નામના કારખાનામાં પરપ્રાંતિય મજુરને કામે રાખી એસ્યોર મોરબી એપમાં નોંધ નહીં કરાવનાર સુપરવાઈઝર ધનજીભાઇ અવચરભાઇ સદાતીયા વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.

- text