માળીયા ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો

- text


માળીયા : મહિલાઓ પગભર બને અને સમાજમાં સન્માન ભર્યું જીવન જીવી શકે અને બાળપણ તથા યુવાઅવસ્થાથી તેમને મહિલાઓને લગતી યોજનાઓની માહિતી મળે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત કિશોરીઓનો કુશળ બને તેવા સૂત્ર સાથે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાનું આયોજન માળીયા (મી.)ઘટક કક્ષાએ આઈ. સી. ડી. એસ.શાખા દ્વારા આજ રોજ 9 માર્ચના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન ચારોલા અને તાલુકા વિકાસ અધિકારી કોંઢિયા સાહેબ તથા જિલ્લા વહીવટી તંત્ર તથા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે અભયમ મહિલા હેલ્પલાઇન, બાળ લગ્ન, પોક્સો એક્ટ, કાયદાને લગતા, આરોગ્યને લગતા અને અન્ય યોજનાથી મહિલાઓને માહિતગાર કરવામાં આવી હતી.

આ પ્રસંગે સુપોષિત કિશોરીઓને પોષણ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. ખાસ કરીને કિશોરીઓને માહિતી મળી રહે તે માટે જુદા જુદા વિભાગો દ્વારા નવ (9) સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગને આઈ. સી. ડી. એસ. ઘટક માળીયા (મી.)ના બાળ વિકાસ અધિકારી ઈન્ચાર્જ ઉષાબેન ભીમાણી અને તમામ સ્ટાફ દ્વારા આયોજન કરી “કિશોરીઓ કુશળ બને” તે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text

- text